આ સુંદર દેશમાં ભારતીય કરન્સીની બોલબાલા, એક રૂપિયાની કિંમત 291! ફટાફટ બેગ પેક કરી નીકળી પડો

વિદેશ ફરવાની ઈચ્છા તો બધાને હોય છે. પરંતુ પાસપોર્ટ, વિઝા અને ટિકિટની સાથે સાથે રહેવા ફરવા ખાવાનો ખર્ચો લાખોમાં થાય એવું લાગે તો લોકો પછી પોતાની યોજના અભરાઈ પર ચડાવતા હોય છે. પરંતુ હવે તમારે એવું કરવાની જરાય જરૂર નથી.

આ સુંદર દેશમાં ભારતીય કરન્સીની બોલબાલા, એક રૂપિયાની કિંમત 291! ફટાફટ બેગ પેક કરી નીકળી પડો

વિદેશ ફરવાની ઈચ્છા તો બધાને હોય છે. પરંતુ પાસપોર્ટ, વિઝા અને ટિકિટની સાથે સાથે રહેવા ફરવા ખાવાનો ખર્ચો લાખોમાં થાય એવું લાગે તો લોકો પછી પોતાની યોજના અભરાઈ પર ચડાવતા હોય છે. પરંતુ હવે તમારે એવું કરવાની જરાય જરૂર નથી. કારણ કે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જ્યાં ફરવું ખુબ સરળ અને સસ્તું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાં ભારતીય રૂપિયાની કિંમત 291 છે. હવે તો તમે પણ વિચારમાં પડી જશો કે આખરે આ એવો તે કયો દેશ છે. 

તમને જણાવી દઈએ કે આ દેશનું નામ વિયેતનામ છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 291 વિયેતનામી ડોંગ્સ છે. વિયેતનામ ખુબ જ શાંત અને સુંદર દેશ છે. જ્યાં ભારતીય ટુરિસ્ટ મોટી સંખ્યામાં પહોંચે છે. ભારતીયોને મનગમતું સ્થળ  છે. તમે સરળતાથી અહીં એક લાખની અંદર અંદર ફરીને આવી શકો છો. જાણો ક્યાં ક્યાં ફરી શકો છો. 

હનોઈ
જો તમે વિયેતનામ ફરવા જતા હોવ તો હનોઈ જરૂર જશો. વિયેતનામની રાજધાની હનોઈ દુનિયાના સૌથી પ્રાચીન શહેરોમાંથી એક છે. અહીંની ઈમારતો, પૈગોડા, મ્યૂઝિયમ, ટ્રેડિશનલ માર્કેટ તમને ખુબ પસંદ પડશે. આ સાથે જ તમે કોઈ પણ ખચકાટ વગર ખરીદી પણ કરી શકો. 

હોઈ ઈન
હોઈ ઈન એશિયાના સૌથી જૂના શહેરોમાંથી એક છે. તેને પીસફૂલ મીટિંગ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો નેચરની નજીક રહેવા માંગતા હોય તેમણે આ શહેરમાં જરૂર જવું જઈએ. આ શહેરી ભીડ ભાડથી અલગ છે. 

હા ગિયાંગ
હા ગિયાંગની સુંદરતા વર્ણવી મુશ્કેલ છે. આ વિયેતનામના સૌથી સુંદર શહેરોમાંથી એક છે. અહીં રહેલા પહાડો અને સ્વચ્છતા પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષે છે. જે પણ વિયેતનામ ફરવા માટે આવે છે. આ જગ્યા ભૂલતા નથી. પહાડો પર રહેલા સુંદર ધાનના ખેતરો આ જગ્યાને વધુ શાનદાર બનાવે છે. 

કેવી રીતે જવું
અહીં તમારે ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવવાની રહેશે. અહીં એર ટિકિટ પણ ખુબ સસ્તી છે. વન વે ટિકિટનો ખર્ચ 13થી 15 હજાર રૂપિયાની આજુબાજુ છે. વિયેતનામ માટે દિલ્હી, મુંબઈ અને કોલકાતાથી ફ્લાઈટ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news